* દાન આપતી વખતે હાથમાં શું હતું તે નહીં પણ દિલમાં શું હતું તે જોવાનું છે. —
* પ્રાર્થના એ કંઈ ડોશીમાનું નવરાશની પળોનું મનોરંજન નથી, પ્રાર્થના તો અંતરનો નાદ છે. —
* આ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે. —
* ભૂલ તો સર્વની થાય પણ એનો સ્વીકાર કરનાર અને એ જ ભૂલ બીજીવાર ન થાય તેની તકેદારી રાખનાર જ સુખી થાય છે. —
* ચિંતા, પરેશાની, તનાવ આ બધું પરિસ્થિતિ સામે લડવાથી દૂર થતાં નથી પણ આપણી અંદર રહેલી કમજોરીઓને દૂર કરવાથી જ નષ્ટ થાય છે. —
* તમારો ભય તમારી પાસે જ રહેવા દો, પણ તમારી હિંમત બીજાને પણ આપો. —
* વિચાર એ એક એવું પંખી છે, જે શબ્દ સ્વરૂપે પિંજરામાં પાંખ તો પ્રસારે છે પણ ઊડવા માટે અશક્ત છે. —
* તમને જે કંઈ જોઈએ છે તે બધું જ મળશે, સ્મિત વેરીને મેળવો, બળના જોરે કે તલવારના ઘાથી નહિ. —
* જે ઘરમાં માતા નથી, પત્ની કર્કશા, વહેમી અને ઉદ્ધત છે એવા પુરુષે તો વનમાં ચાલ્યા જવું કારણ કે તેને માટે ઘર અને વન સરખાં જ છે. —
* હવેની આવતી પેઢીઓ પાસે કલ્પનામાં નહિ હોય એટલી ભૌતિક સુવિધાઓ હશે, મનોરંજનના સાધનો હશે પરંતુ એની કિંમત સાટે એમણે પોતાના મનની શાંતિને ગીરો મૂકી હશે. —