દિવાળી ન નાતાલ,
ઇદ કે પતેતી થઇ
ગયો જ્યાં હંમેશા
બધે નેતિ નેતિ થઇ
સદા ઠોકરોમાં
ઠેલાતી રહી જિંદગી
વેરાઇ અને આખરે
રેતી- રેતી થઇ
શરત એક તારા
ભરોસે લગાવી હતી
કર્યો પ્રેમ
ઇંકાર તેં, ને ફજેતી થઇ
હકીકતની સાથે જ
અફવા ભળી ગૈ ઘણી
ને મારા વિશે
વાયકાઓ વહેતી થઇ
સરસ મેઘ વરસી ગયા
આંસુના આ વખત
ફસલ જે ઉગે તે
યુગો બાદ ખેતી થઇ
- હરીશ ધોબી