હદ વગરનું પ્રથમ દરદ આપે,
બાદ મીરા સરીખું ૫દ આપે !
કીડી કે ગજ સમું છો કદ આપે,
ચાહું કે લેશ ૫ણ ના મદ આપે !
કોઇ ઉઘારી એ ચલાવે નહી,
એ સમય છે, બઘું નગદ આપે !
ચાલ જીવનની ટૂંકી દઇ,
એ રમતને ના કોઇ હદ આપે !
કર સમર્પિત સ્વયંને તું ‘સુઘીર’,
શકય છે પ્રેમની સનદ આપે !
- સુઘીર ૫ટેલ
રવિવાર, 9 ઑગસ્ટ, 2009
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો